શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જેમા આદિવાસી સમાજ દ્વારા કેશવબાગ ગ્રાઉન્ડથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. રેલી શહેરાનગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડીજે અને દેશી ઢોલ સહિતના વાજીત્રોં સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ,મહિલાઓ,યુવાનો નાચગાન કરતા ભારે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
9મી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમા આદિવાસી દિવસ તરીકે ઉજવામા આવે છે. સમગ્ર દેશ અને વિશ્વમા રહેતા આદિવાસી સમાજ આ દિવસની આતુરતાથી રાહ જોતો હોય છે. પંચમહાલ જીલ્લામા પણ આદિવાસી સમાજ મોટી સંખ્યામા વસવાટ કરે છે. જીલ્લાના શહેરા તાલુકામા રહેતા આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના બામરોલીથી આ રેલી શહેરા કેશવબાગ ગ્રાઉન્ડ ખાતે આવી પહોચી હતી.ત્યા મોટી સંખ્યામા આદિવાસી સમાજ એકત્ર થયો હતો. ત્યારબાદ અગ્રણીઓ દ્વારા રેલીનુ પ્રસ્થાન કરાવામા આવ્યુ હતુ. હાથમા તીર કામઠી તેમજ પંરપરાગત આદિવાસી વસ્ત્રપરિધાન સાથે સૌકોઈ હાજર રહ્યા હતા. અણિયાદ ચોકડી,સિંધી ચોકડી સહિત બસ સ્ટેશન વિસ્તારમા રેલી ફરી હતી.આ આદિવાસી સમાજની મહિલાઓ પણ પરંપરાગત વસ્રોમા નૃત્યગાન કરતી નજરે પડી હતી. આ રેલીમાં ખાસ કરીને પંચમહાલનુ પરંપરાગત વાદ્ય ઢોલ અને ડબુડી ( ઢોલકી જેવુ વાદ્ય) શરણાઈ, અને થાળી વગાડતા આદિવાસી કલાકારો આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. આ સાસ્કૃતિક રેલીમાં પાનમ કડાણા નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. એક બાજુ અલગ ભીલ પ્રદેશની પણ માંગ થઈ રહી છે ત્યારે આ રેલીમા જય જોહાર જય ભીલ પ્રદેશના લખાણ વાળા ધજાપતાકાઓ પણ નજરે પડ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલસિંહ રાજપુત પોલીસ કર્મીઓ,હોમગાર્ડ સહિત જવાનો ખડેપગે હાજર રહ્યા હતા. શહેરા ખાતેથી રેલી ગોધરા ખાતે યોજાનારી આદિવાસી સમાજની રેલીમા જોડાવા આગળ વધી હતી.શહેરા તાલુકામા ભારે હર્ષોલ્લાસ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી હતી.
પંચમહાલ- શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રેલીમા હાથમા તીર-કામઠા સાથે આદિવાસી સમાજે પંરપરાગંત નૃત્ય કરી ભારે આકર્ષણ જમાવ્યુ
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જેમા આદિવાસી સમાજ દ્વારા કેશવબાગ ગ્રાઉન્ડથી એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. રેલી શહેરાનગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડીજે અને દેશી ઢોલ સહિતના વાજીત્રોં સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ,મહિલાઓ,યુવાનો નાચગાન કરતા ભારે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
9મી ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમા આદિવાસી દિવસ તરીકે ઉજવામા આવે છે. સમગ્ર દેશ અને વિશ્વમા રહેતા આદિવાસી સમાજ આ દિવસની આતુરતાથી રાહ જોતો હોય છે. પંચમહાલ જીલ્લામા પણ આદિવાસી સમાજ મોટી સંખ્યામા વસવાટ કરે છે. જીલ્લાના શહેરા તાલુકામા રહેતા આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના બામરોલીથી આ રેલી શહેરા કેશવબાગ ગ્રાઉન્ડ ખાતે આવી પહોચી હતી.ત્યા મોટી સંખ્યામા આદિવાસી સમાજ એકત્ર થયો હતો. ત્યારબાદ અગ્રણીઓ દ્વારા રેલીનુ પ્રસ્થાન કરાવામા આવ્યુ હતુ. હાથમા તીર કામઠી તેમજ પંરપરાગત આદિવાસી વસ્ત્રપરિધાન સાથે સૌકોઈ હાજર રહ્યા હતા. અણિયાદ ચોકડી,સિંધી ચોકડી સહિત બસ સ્ટેશન વિસ્તારમા રેલી ફરી હતી.આ આદિવાસી સમાજની મહિલાઓ પણ પરંપરાગત વસ્રોમા નૃત્યગાન કરતી નજરે પડી હતી. આ રેલીમાં ખાસ કરીને પંચમહાલનુ પરંપરાગત વાદ્ય ઢોલ અને ડબુડી ( ઢોલકી જેવુ વાદ્ય) શરણાઈ, અને થાળી વગાડતા આદિવાસી કલાકારો આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. આ સાસ્કૃતિક રેલીમાં પાનમ કડાણા નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. એક બાજુ અલગ ભીલ પ્રદેશની પણ માંગ થઈ રહી છે ત્યારે આ રેલીમા જય જોહાર જય ભીલ પ્રદેશના લખાણ વાળા ધજાપતાકાઓ પણ નજરે પડ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલસિંહ રાજપુત પોલીસ કર્મીઓ,હોમગાર્ડ સહિત જવાનો ખડેપગે હાજર રહ્યા હતા. શહેરા ખાતેથી રેલી ગોધરા ખાતે યોજાનારી આદિવાસી સમાજની રેલીમા જોડાવા આગળ વધી હતી.