અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામની 65 વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત થતા બે વર્ષ અગાઉ નોનયુઝ કર્યા છતાં તંત્ર યોગ્ય સગવડ ઉભી કરવામાં ઉણુ ઉતરતા જર્જરિત શાળામાં ચોમાસામાં ટપકતાં પાણી વચ્ચે શાળામાં અભ્યાસ કરવા બાળકો મજબૂર બનતા ગામના જાગૃત યુવકે સમગ્ર સ્થિતિ નો વીડિયો વાયરલ કરતા તંત્ર દોડતું થયું હતું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ શાળાની મુલાકાત કરી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નજીકની દેવીપુરા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી તંત્રએ સરકારમાં યોગ્ય રીતે રજૂઆત કરતા તાબડતોડ મેઢાસણ પ્રાથમિક શાળા.નં-1 ના નવા બિલ્ડિંગના નિર્માણનો આદેશ આપતા નવીન બિલ્ડિંગનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું
મેઢાસણ પ્રાથમિક શાળા.નં-1ના નવા બિલ્ડિંગનું શુક્રવારે સવારે પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઈ દયાળજીભાઈ પટેલ,પૂર્વ સબરડેરી ચેરમેન કાંતિભાઈ.ડી.પટેલ,સામાજીક કાર્યકર મુકેશભાઈ રાઠોડ અને શાળાના આચાર્ય સુરેખાબેન મકવાણાના તેમજ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને ભાજપા અગ્રણી હસમુખભાઈ.ડી.પટેલ, મેઢાસણ કેળવણી મંડળના પ્રમુખ જગદીશભાઈ દેવજીભાઈ પટેલ અને ગામના અગ્રણીઓ,શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા ગામના અગ્રણીઓએ DPEO નૈનેશ દવેએ ઝડપી બિલ્ડીંગ નિર્માણ માટે કરેલ કામગીરીની સરાહના કરી હતી