ગોધરા
પંચમહાલ જીલ્લામા આજે શુક્રવારનો દિવસ ગોજારો બન્યો હતો.ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારિયા ખાતે ખસેડવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે આવેલી આઈટીઆઈ પાસે એક ઈકો કાર પસાર થઈ રહી હતી.ત્યારે તેવામા એક બેફામ રીતે હંકારી આવેલા ટેન્કર ચાલકે ઈકોકારને અડફેટે લીધી હતી. અકસ્માત થતા કારનો ખુરદો બોલી ગયો હતો. તેમા બેઠેલા ચાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા. એકને દવાખાને લઈ જતી વખતે મોત થયુ હતુ અકસ્માત થતા લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 સેવાને જાણ કરવામા આવી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામા આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ઈકોગાડીમા સવાર લોકો છોટાઉદેપુર જીલ્લાના હોવાની વિગતો સાંપડી છે. આ ઘટનામા જે મરણ પામેલા અને ઈજાગ્રસ્ત લોકો હતા તે છોટાઉદેપુર તાલુકાના કર્ણાવટ ગામના હોવાની વિગતો સાપડી છે. જેમા એક ઈસમનુ મગજ અસ્થિર હોવાથી તેને સારવાર માટે ગોધરા ખાતે લાવામા આવ્યા હતા,સારવાર કર્યા બાદ પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.