પહાડપુર થી ચોપડા રોડ પર સવારે દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ ફેલાયો,સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ
દીપડાનો રોડ પર બિંદાસ્ત ટહેલતો વીડિયો વાયરલ થતાં ખેડૂતો અને લોકોમાં ભયનો માહોલ
અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વારંવાર આંટાફેરા સાથે પશુઓના મારણની ઘટનાઓ બની રહી છે ત્યારે પહાડપુરના ગૌચર નજીક ચોપડા રોડ પર સવારે દીપડો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય છવાયો છે ખેતી ટાણે દીપડો જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે ચોમાસાની ઋતુમાં ગૌચર અને જંગલમાં પશુઓને ચરાવવા જતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે ચોપડા નજીક દીપડો જોવા મળતા વનવિભાગ તંત્રને જાણકારી કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં પંદરથી વધુ દીપડાઓ વિહરતા હોવાનું સમયાંતરે જોવા મળ્યું છે મોડાસા શહેરને અડીને આવેલા પહાડપુર ગામના ગૌચર નજીક રોડ પરથી પસાર થતો દીપડો જોવા મળતા રાહદારી યુવકોએ વીડિયો ઉતારી લીધો હતો સતત લોકોના અવર-જવરથી રોડ ધમધમી રહ્યો છે તેમજ ચોમાસાની ઋતુમાં ખેતરોમાં ખેડૂતો અને શ્રમિકો ખેતી કામ માટે જતા હોવાથી દીપડો હુમલો કરે તેવો ડર ઉભો થયો છે ગૌચર અને જંગલમાં પશુઓ ચરાવવા જતા પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે વનવિભાગ તંત્ર દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પૂરાવામાં આવેની માંગ પ્રબળ બની છે