હમ્મ…રેશ લગાવવા ગયો કે શું શિક્ષક…??? ગેરહાજર રહેતો શિક્ષક બાયડ તાલુકાના એક જાણીતા ગ્રામ્ય વિસ્તારનોની ચર્ચા
એક રાજકીય અગ્રણી મહિલાની શિક્ષકને ઓથ હોવાની પણ ચર્ચા
ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગમાં લાલીયાવાડી ચાલતી હોવાના બનાવો સામે આવતા શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચી છે બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પાંછા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા અમેરિકા સ્થાઈ થઈ હોવાનો સમગ્ર મામલો બહાર આવતા તપાસનો ધમધમાટ શરુ થયો છે ત્યારે ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં 80 હજાર પગાર લેતા મુખ્ય શિક્ષક આશિષ પટેલ ગેર હજાર રહેતો હોવાની સાથે વિદ્યાર્થીઓને ભણાવવા ડમી શિક્ષક રાખ્યો હોવાનું બહાર આવતા હડકંપ મચ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક પ્રાથમિક શાળામાં શિક્ષક ગેરહાજર રહેતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે ઉંડાણ પૂર્વક નિષ્પક્ષ તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થઈ શકેની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના નામના ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક શાળામાં ગેર હજાર રહેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શાળામાં અમુક જ દિવસે દર્શન આપતા શિક્ષકના પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે નુકશાન પહોંચી રહ્યું છે જોકે આ શિક્ષકની રાજકીય પીઠબળ હોવાથી સાથી સ્ટાફ મિત્રો અને ગામલોકો પણ આંખ આડા કાન કરી રહ્યા છે કે પછી શિક્ષકના ડરથી મૌન સેવી લીધ્યું હોવાની ચર્ચા ચારેકોર ચાલી રહી છે ત્યારે બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ અંગે યોગ્ય તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકેની સ્થાનિક શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે