24 C
Ahmedabad
Wednesday, January 15, 2025

ગોધરા : જાહેર રસ્તા ઉપર રખડતા 45 ઢોરને નગરપાલિકાએ પકડી પરવડી ગૌશાળા ખાતે મોકલી અપાયા


ગોધરા

Advertisement

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ગાંધીચોક,એસ.ટી.સ્ટેન્ડ, ભુરાવાવ, વાવડી બુઝર્ગ, બામરોલી રોડ તથા ગદુકપુર ચોકડી ખાતે જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે ઢોર ડબ્બા સાથે ડ્રાઇવ યોજવામાં આવી હતી.સદર ડ્રાઈવમાં ૭૦થી વધુ ગોધરા નગરપાલિકા,ટ્રાફિક વિભાગ,પોલીસ વિભાગના કર્મચારીઓ/અધિકારીઓ જોડાયા હતા. ડ્રાઇવ હેઠળ જાહેર રસ્તા પર રખડતા કુલ ૪૫ નાના મોટા ઢોરને પકડીને પરવડી ખાતે આવેલ ગૌશાળા ખાતે મોકલી આપ્યા હતા.આ સાથે તંત્ર દ્વારા સદર ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ડ્રાઇવ દરમિયાન ૦૨ ઈસમો કે જેઓ આ ડ્રાઇવ દરમીયાન પશુઓને ભગાડી જઇ અને કામગીરીમાં અવરોધ બનતા તેઓને ઝડપી પાડીને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની ઢોર પકડવાની ડ્રાઇવ યોજીને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેશે. તેમ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ગોધરાએ પ્રવિણસિંહ જૈતાવત દ્વારા જણાવાયુ હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!