લુણાવાડા
મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડાથી સંતરામપુર તરફ જતા કંકાતળાવ પાસેથી મહિસાગર જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક આઈસર ટેમ્પોને ઉભો રખાવીને ઝડતી લેતા તેમા ચોરખાનુ બનાવીને છુપાવી રાખવામા આવેલો સાડા પાંચ લાખથી પણ વધુની કિમંતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે હરિયાણાના બે ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિસાગર જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડવામા સફળતા મેળવી છે.લોકલક્રાઈમ બ્રાન્ચ મહિસાગરની ટીમને બાતમી મળી હતી કે એક આઈસર ગાડી સંતરામપુર લુણાવાડા થઈ અમદાવાદ તરફ જનારી છે. આથી ટીમ દ્વારા કનકા તળાવ પાસે વોચ ગોઠવી રાખવામા આવી હતી. આથી આઈસર ટ્રક આવતા તેને રોકી રાખી હતી. આથી તેમાથી બે ઈસમોને જુનેદ રહેનીયા તેમજ લતીફ શહેરાવતને રહે હરિણાયાને ઝડપી પાડવામા આવ્યા હતા. તે દરમિયાન આઈસરની તપાસ કરવામા આવતા ટ્રકનુ કેબીન ખોલીને પતરાનો ભાગ કાપતા ચોરખાનુ બનેલુ હોવાથી તેમા દારુની પેટીઓ મળી આવી હતી. આથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારુની પેટીઓ જપ્ત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઈસર,વિદેશી દારુ, , 23,48,674 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કરવામાં આવી હતી.