asd
28 C
Ahmedabad
Friday, September 20, 2024

ગોધરા : ઇન્ડિયા તાઇકવાન્ડોના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કરાટે સ્પર્ધાનુ આયોજન


ગોધરા

Advertisement

ગોધરા શહેરના રામનગર સ્થિત આવેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગોધરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રી દિવસીય ઇન્ડિયા તાઇકવાન્ડોના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના 20 રાજ્યોના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

ગોધરા શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 9/ 8/ 24 થી 11/ 8/ 24 સુધી ત્રિ દિવસીય ઇન્ડિયા તાઇકવાન્ડોના તાયકાના સહયોગથી સ્ટોપ ગુજરાત અંતર્ગત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઓલ ગુજરાત તાઇકવાન્ડો એસોસિએશન દ્વારા શ્રી સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા સારો એવો સહયોગ આપ્યો હતો તેઓએ ભારતભરના 20 રાજ્યમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવાની ઉત્તમ સગવતા તેમજ એસોસિએશનને ઉત્તમ હોલ સેવા આપી હતી.

Advertisement

આ સ્પર્ધામાં ઇન્ડિયાના 20 રાજ્યો જેવા કે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ કર્ણાટક, યુપી, દિલ્હી, સેવા સુરક્ષા બાલ, મહારાષ્ટ્ર, ઉતરાખંડ ઓરિસ્સા કેરળ જમ્મુ કાશ્મીર આંધ્રપ્રદેશ ઝારખંડ દીવ અને દમણ બિહાર મણીપુર,આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, રાજ્યના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. અહી સારુ પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને આગામી કાનપુર ખાતે યોજાનારી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે.અને કાનપુર થી ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીઓ કોરિયા ખાતે વર્લ્ડ ચેમ્પિયનમાં લેવાની તક મળશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ગોધરા ખાતે કરાટેમાં સારા પરફોર્મન્સ અને જીતવા બદલ ઓલ ગુજરાત તાઇકવાન્ડો એસોસિએશનના સેક્રેટરી વિકાસ વર્મા પ્રેસિડેન્ટ મનીષ શાહ અને ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ ચેરમેન સંજય બામણીયા એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!