મોડાસા શહેરને અડીને આવેલ પહાડપુર ગામના ગૌચર નજીક ચોપડા રોડ પર સવારે દીપડો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય છવાયો છે ખેતી ટાણે દીપડો જોવા મળતા ખેડૂતો અને તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા આ અંગેની જાણ વનવિભાગ તંત્રને કરી દીપડાને પાંજરે પૂરવામાં આવેની માંગ સ્થાનિકોએ કરતા તંત્રએ પહાડપુર ગૌચર નજીક ઝાડી-ઝાંખરા માં પાંજરું મૂકવામાં આવ્યું હતું દીપડો દેખાયાનો વિડિયો વાયરલ થયા પછી રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માં ભયની લાગણી પ્રસરી છે
મોડાસા તાલુકાના પહાડપુર ગામના ગૌચર નજીક ચોપડા રોડ પર સવારે દીપડો પસાર થતો જોવા મળતાં રાહદારી યુવકો ચોંકી ઉઠ્યા હતા અને દીપડાનો વીડિયો ઉતારી લીધો હતો ચોપડા રોડ નજીક જંગલ વિસ્તારમાં દીપડો હોવાની જાણ લોકોને થતાં ફફડી ઉઠ્યા હતા સ્થાનિક લોકોએ વનવિભાગ તંત્રને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી દીપડાને આકર્ષવા માટે મારણ સાથે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું વનવિભાગ તંત્રે દીપડો પાંજરે પુરાય પછી સલામત સ્થળે મૂકી દેવામાં આવશેનું ગામ લોકોને જણાવ્યું હતું દીપડાને પાંજરે પુરાવા વનવિભાગ તંત્રેએ કવાયત હાથધરતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો જોકે દીપડો પાંજરે પુરાય છે કે નહીં તે જોવું રહ્યું