asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

પંચમહાલ : શહેરાનગરમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની આગેવાનીમાં ભવ્ય તિરંગાયાત્રાનુ આયોજન


શહેરા,
પંચમહાલ જીલ્લામા આજે વિવિધ તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જીલ્લાના શહેરા ખાતે પણ આજે તિંરગાયાત્રા યોજાઈ હતી.જેમા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, હાજર રહ્યા હતા.શહેરાનગરના વિવિધ વિસ્તારોમા આ તિંરંગાયાત્રા આકર્ષણનુ કેન્દ્ર બની હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે ભવ્ય તિરંગાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. શહેરા ખાતે આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતેથી આ તિરંગાયાત્રાને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પ્રસ્થાન કરાવામા આવ્યુ હતુ. તિરંગા યાત્રા શહેરા- નાડા બાયપાસ, મહાલક્ષ્મીમંદિર રોડ,પરવડી ચોક, કસ્બા વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તાર,સરકારી હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ થઈ ને ફરી ધારાસભ્ય કાર્યાલય ખાતે પરત ફરી સમાપન થયુ હતુ. સૌકોઈ હાથમા તિરંગા સાથે જોડાયા હતા. આ ભવ્ય તિંરગા યાત્રામા રાજકીય અગ્રણીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શહેરા સ્થાનિક વહીવટીતંત્ર, મામલતદાર-પ્રાન્ત કચેરી,નગરપાલિકા, પોલીસ વિભાગ ,વનવિભાગ,મુક્તજીવન ડીઝાસ્ટર એકેડમીના સ્ટાફ,તાલીમાર્થીઓ ,તેમજ નગરજનો હાજર રહ્યા હતા. પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના સુર રેલાવીઓ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. તિરંગા હમારી સાન હે, હર ઘર અભિયાન હે જેવા બેનરો સાથે યાત્રા શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!