ગોધરા,
દિલ્હી મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવૉર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજ સેવકો સહભાગી થયા હતા. તેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ.ડીનો અભ્યાસ કરતાં દિપક પરમારને મેજિક બૂક ઓફ રેકોર્ડ સંસ્થાના પ્રેસિડેન્ટ ડૉ. પી. એસ. જૈન, પૂર્વ ડાયરેક્ટર મેવાડ યુનિવર્સિટિ તેમજ ડૉ. એસ.કે રોહેલ્લા અને ડૉ. રાજકુમાર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મેજીસીઅન સોસાયટી (USA)ના હસ્તે “Best Social Activist Award” એનાયત થયો હતો. દિપક પરમાર વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે યુવાનોમાં નાશમુક્તિ, રસીકરણ જાગૃતિ, રકતદાન કેમ્પમાં સક્રિયતા તેમજ વિવિધ સામાજિક સેવાના કાર્યોને ધ્યાનમાં રાખી શ્રી દિપક પરમારને “Best Social Activist Award”થી નવાજવામાં આવ્યા હતા.
દિપક પરમાર સ્થળાંતરીત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યા વિષય પર પીએચ.ડીનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. આ મહિલા મજૂરોના હકો, અધિકારો, વેતન ભથ્થા તેમજ તેમની સમસ્યાઓ વગેરે બાબતો અંગે તેઓમાં જાગૃતિ લાવવામાં તેમજ તેમને માર્ગદર્શન આપવાનું મહત્વનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. આ સંશોધન કાર્યના પરિણામે તેઓને ગત વર્ષે ઉદયપુર મુકામે “બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવૉર્ડ” પણ એનાયત થયેલ છે. તેમના ૮ સંશોધન લેખો પ્રકાશિત થયેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૨૫ કોન્ફરન્સમાં સંશોધન પેપર રજૂ કરેલ છે. તેમજ તેમણે ૪ વર્કશોપ પણ પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની શ્રી દિપકકુમાર વી. પરમારે ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યુ છે.