પાણીની ટાંકીની આજુબાજુ વિજળીના થાંભલા બાલમંદિર અને અવરજવરનો મુખ્ય માર્ગ પણ છે પાણીની ટાંકી ક્યારે ધરાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી.. તો જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ….???
અરવલ્લી જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મુળભુત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટી તંત્રને રજુઆતો કરવી પડી રહી છે. જે ખરેખર લોકશાહી સીસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહેવાય…!!!!
આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીરકંપા ગામે બનવા પામ્યું છે.
વધુ રામાપીરકંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીરકંપા ગામે ગામને પાણી પુરવઠો પુરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યાને પચ્ચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. આ ટાંકામાં હવે પાણી ટકતું નથી. જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજુઆત કરતાં ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી નોનયુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીરકંપા માટે મંજુર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે.
જે વાતને આજે નવ મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી…!!!
જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીરકંપા ગામના નાગરિકોની માંગ છે કે જુના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજુર કરી બનાવી આપવામાં આવે..