78 માં સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જીલ્લાના અબાલ,વૃદ્ધ સૌકોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા ત્યારે મોડાસા શહેરના વિવિધ મંદિરો તેમજ જિલ્લાના મંદિર બિરાજતા ભગવાનને ત્રિરંગાના વાઘા પહેરાવાતા મંદિર પરિસરમાં સ્વતંત્રતા દિવસનો રંગ છવાયો હતો. ત્રિરંગા સ્વરૂપે સાંઈબાબાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાંઈ ભક્ત અતુલ જોશી અને મેહુલ જોશીના જણાવ્યા અનુસાર મંદિરના પૂજારી અને મિત્ર મંડળ દ્વારા અનોખા વાઘા સાથે મંદિર પરિસર સજાવતા “આસ્થા સાથે દેશભક્તિ” નો માહોલ સર્જાયો છે.
Advertisement
Advertisement