સ્વાતંત્ર્યપર્વની ઉજવણી
તા-૧૫-૦૮-૨૦૨૪ ના રોજ ૭૮ માં સ્વાતંત્ર્યપર્વ ની મોડાસા કેળવણી મંડળ અને મંડળ સંચાલિત સંસ્થાઓ શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કૂલ, બી-કનાઈ સ્કૂલ દ્વારા દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ પાવન પ્રસંગે મંડળના પ્રમુખશ્રી બિપીનકુમાર ર. શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમના દ્વારા ભારત દેશની સિધ્ધિઓ અને આગામી કાર્યક્રમો તથા મોડાસા કેળવણી મંડળની સિધ્ધિઓ અને આગામી વર્ષોમાં હાથ ધરવામાં આવનાર પ્રવૃતિઓમાં ચિતાર આપ્યો. આ પ્રસંગે કેળવણી મંડળના સૌ પદાધિકારીશ્રીઓ, મંડળ સંચાલિત સંસ્થાના આચાર્યશ્રીઓ, કર્મચારી ભાઈ-બહેનો, વિદ્યાર્થી ભાઈ-બહેનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાના બાળકો દ્વારા વેશભૂષા તથા રાષ્ટ્રભક્તિના નૃત્યો, ચિત્રકામ અને આહલાદક રંગોળી દોરીને આ પર્વની ઉજવણીમાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર સંસ્થા પરિસરમાં મોટી સંખ્યામાં તિરંગાઓ લહેરાવ્યા હતા જેના કારણે સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા. કેળવણી મંડળના આદ્યસ્થાપક શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધીને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી અને મોડાસા કેળવણી મંડળના પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી : શ્રી.કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી
Advertisement
Advertisement