asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી: 1 વર્ષથી ગેરહાજર 6 શિક્ષકોની સેવા સમાપ્તનો આખરી આદેશ,ગુલ્લીબાજ શિક્ષકો સામે પણ થશે કાર્યવાહી : DPEO


અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા,છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે,જેમાં જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત છ શિક્ષકોને પોતાનું રાજીનામું ગણી લેવા અને,તેમની સેવા સમાપ્ત થઈ ગયો હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતાં,જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે,અઠવાડિયામાં બે થી ચાર દિવસ ગુલ્લી મારતાં શિક્ષકોના અહેવાલ મંગાવતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ મચ્યો છે,શાળામાં ફરજ બજાવતા અને બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહી,શાળાના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ,અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોક્લી આપી છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડની દખણેશ્વર,ભિલોડાની મોતીપુરા,મેઘરજની કેશરપુરા,બાયડની અમીયા પુર,ધનસુરાની વડાગામ તેમજ ભિલોડાની લુસડીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ,છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણઅધિકારી નૈનેશ દવેએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!