શહેરા,પંચમહાલ
એસસી એસટી ના અનામતના ક્વોટા માં વર્ગીકરણ કરવા માટે નો સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઈને આખા દેશમાં, એસસી ,એસટી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. જેને લઈ ભારત બંધના એલાનની જાહેરાત કરવામા આવી હતી.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા અને શહેરાનગરમા પણ નહીવત અસર જોવા મળી હતી. શહેરા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ એકત્ર થઈને અનામત વર્ગીકરણનો વિરોધ દર્શાવ્યો હતો. આ ચુકાદો ભવિષ્ય માટે નુકશાન કારક રહેશે. તેમ જણાવ્યુ હતુ
પંચમહાલ જીલ્લાના શહેરાના બસ સ્ટેશન પાસે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ એકટીવિસ્ટ પ્રવિણ ભાઈ પારગી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.તેમના દ્વારા એસસી એસટી ના અનામતના ક્વોટા માં વર્ગીકરણ કરવા માટે નો ચુકાદો આપ્યો છે તેનો વિરોધ દર્શાવ્યો હતો.શહેરાનગરમા બંધની અસર જોવા મળી ન હતી. બજારોમા આવેલી દુકાનો ખુલ્લી રહી હતી. શહેરા તાલુકામા આદિવાસી સમાજ વસવાટ કરે છે.શહેરા બસ સ્ટેશન પાસે આવેલી ખુલ્લી જગ્યામા સૌ એકત્ર થયા હતા અને આદિવાસી એકતા જીંદાબાદ .જય જોહાર કા નારા હે સહિતના સુત્રો પોકાર્યા હતા.
આદિવાસી એકટીવીસ્ટ પ્રવિણ ભાઈ પારગીએ મિડીયાને જણાવ્યુ હતુ. શહેરા તાલુકામા જે ગામોમા આદિવાસી સમાજની સંખ્યા છે. તે ગામોમા જઈને આ આ ચુકાદા મામલે અમે સમજ આપી હતી. આ ચુકાદો જ્યારથી લાગુ પડશે ત્યારે આની અસર પહેલા એસટી એસટી ઓબીસી પછી માઈનોરીટી બધા લોકોને નુકશાન થવાનુ છે. આ ચુકાદો ઈનડાયરેક્ટ રીતે સરકારની પ્રેયોજના છે.તેવો પણ તેમને આક્ષેપ કર્યો હતો. આદિવાસી અને દલિતોનો છોકરાઓ માટે ગ્રાન્ટ વધારવી જોઈએ. આ અનામતમા અનામત લાવીને આદિવાસીઓ,દલિતો, ઓબીસી,માઈનોનોરીટીને અંદરોઅંદર ઝગડાવાનુ કૃત્ય છે.તેવો આક્ષેપ કર્યો છે,
વધુમા તેમણે જણાવ્યુ કે અમે એવુ ના કરીએ ,અમે સંવિધાનના પાલક છે. અમારો સંવેધાનિક અધિકાર બચાવા અમે પ્રયત્ન કરીશુ.શહેરામા આંશિક અસર દેખાય છે. લોકો સુધી અમે જઈશુ, લોકો સુધી અમે વાત મુકીશુ સો ટકા સફળ થઈશુ.તેમ જણાવ્યુ હતુ .આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જય સંવિધાન અને જય આદિવાસીના સુત્રો પણ પોકાર્યા હતા. ત્યાર બાદ સૌ છુટાપડ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.