સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે. જેના કારણે દેશભરમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં પણ વેપારીઓ દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું. ટીંટોઇ બજાર એસોસિએશનના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપી સફળ બનાવ્યું હતું. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટીંટોઇ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બજારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અનેક રાજ્યોના એસસી-એસટી સમૂહોએ આ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ એલાનને અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું પણ સમર્થન મળશે એવી અપેક્ષા છે.
સમિતિનું કહેવું છે કે આ બંધનું એલાન આપવાનો ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ કરવાનો છે અને કૉર્ટ આ ચુકાદો પાછો ખેંચે એવી માગણી કરવાનો છે.
સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદીમાં રાજ્ય સરકાર માત્ર પેટા-વર્ગીકરણ કરી શકે છે અને કેટલીક બેઠકો એક અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે અંકિત કરી શકે છે.
કોર્ટનું માનવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એકસમાન નથી. કેટલીક જાતિઓ અન્યોથી વધારે પછાત છે.વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે કેટલાંક સંશોધનનાં ઉદાહરણ આપ્યાં હતાં.