asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી : ગ્રામ્ય વિસ્તારમાં પાણીના બોર પણ સુરક્ષિત નથી : ખાખરીયા ગામના વોટર વોકસના બોરના વાયરની ચોરી


ખાખરીયા ગામના વોટર વોકસનો બોર ગેડ-તરકવાડા ચોકડીથી ગેડ તરફ જતાં રોડની ડાબી સાઈડમાં ખાખરીયા ગામનો પંચાયતનો બોર કરવામાં આવેલો.સદર વોટર વોકસના બોરને લગભગ ૨૫૦ ફૂટ વાયરથી જોડવામાં આવેલ છે. ગઈ કાલે એટલે કે નારીખ ૧૮-૮-૨૦૨૪ ને રવિવારની રાત્રીના સમયે કોઈક અજાણ્યા ઈસમોએ સદર બોરનુ આશરે ૨૫૦ ફૂટ જેટલુ વાયર કાપીને ચોરી કરીને લઈ ગયા છે. બપોરે જયારે  બોર ઉપર પાણી ચાલુ કરવા ગયા ત્યારે વાયર જોવા મળેલ નથી. હવે પછી ભવિષ્યમાં વાયર તથા મોટરની ચોરી ન થાય તે માટે અમારે આ ફરીયાદ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. આ ફરીયાદ અરજી ધ્યાનમાં લઈ બોરની ઉપર જણાવેલ સ્થળ તપાસ કરી મળી આવે તો  પરત અપાવવા વિનંતી છે. ભૂતકાળમાં બે વખત વાયરની ચોરી થયેલી છે. જેથી ચોરી કરનાર ઈસમોને પકડી પાડી, પકડાય તો તેઓની સામે કાયદેસરની ચોરીનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ-અટકાયત કરી તેઓને જેલના હવાલે કરવા ની વિનંતી સાથે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!