અરવલ્લી : મોડાસા, મેઘરજ, માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ પછી વરસાદ
હવામાન વિભાગની આગાહી ને પગલે અચાનક અરવલ્લી જિલ્લામાં ભારે ઉકરાટ પછી અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો જેમાં મોડાસા, માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી સાંજના સમયે વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને માલપુર ના સજ્જનપુરા કંપા, મોડાસા ટીંટોઈ વિસ્તાર તેમજ મેઘરજ શહેર તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને લાંબા વિરામ પછી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ વરસાદ થતા ધરતી પુત્રોમાં આનંદ છવાયો હતો વરસાદ થતા જ મુર્જાતા પાકને જીવંતદાન પણ મર્યું છે જેમાં મગફળી સોયાબીન મકાઈ કપાસ સહિતના પાકને ફાયદો થશે