17 C
Ahmedabad
Tuesday, January 14, 2025

નેપાળના તનાહુન જિલ્લામાં થયો અકસ્માત, 14 લોકોનાં મોત


નેપાળના તનહુન જિલ્લામાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસને અકસ્માત સર્જાયો છે. બસમાં 40 યાત્રિકો સવાર હતા. બસ નદીમાં ખાબક્તા ઘટનાસ્થળે જ 14 ભારતીયોના મોત થયા છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી.

Advertisement

તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ 16 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.

Advertisement

આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!