અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી આંતરરાજ્ય સરહદો પરથી થતી અસામાજિક પ્રવૃતિઓ પર પોલીસ રોક લગાવવામાં મહદઅંશે સફળ રહી છે વર્ષે દહાડે કરોડો રૂપિયાના વિદેશી દારૂ ઘુસાડતા બુટલેગરો મરણીયા બન્યા છે.શામળાજી પોલીસની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ સરહદો પર વાહનોનું રાઉન્ડ ધી કલોક સઘન ચેકીંગ હાથધરી વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂને ઝડપી પાડી બુટલગરોના કિમીયા નિષફળ બનાવી રહી છે.
શામળાજી પીઆઇ.એસ.કે.દેસાઈ અને તમેની ટીમે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થયા તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના-મોટા વાહનોનું ચેકીંગ કરતા તે દરમ્યાન એક અશોક લેલન ટ્રક આવતા નાકા બંધી કરી ટ્રકની તલાસી લેતા ખાખી પૂંઠાના અલગ અલગ બોક્ષમાં ભરેલ સમાનની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૦૧ કુલ બોટલ/ટીન નંગ-૩૬૧૨ કિંમત રૂ.૯,૮૨,૫૬૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૂ.૨૦૦૦/- તથા ટ્રક ની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બીલ્ટી મુજબનો ડાઈકીન એકકન્ડિશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો ખાખી અલગ અલગ બોક્ષમાં ભરેલ સમાન કુલ કિંમત રૂ.૩૪,૨૦,૪૦૭/- મળી કુલ કિંમત રૂ.૫૪,૦૪,૯૬૭/- નો લઈ ટ્રક ચાલક શ્રવણસિંહ અન્નાસિંહ જાતે.રાજપૂત રહે.અડીકાકર તા.ભીમ જી.રાજસ્થાનને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડી કાયદેશની કાર્યવાહી હાથધરી હતી.