બાયડ-મોડાસા હાઈવે ઉપર ઠેર-ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. ડામર રોડ ઉપર બ્લેક સ્ટોન પસાર થતા વાહનો પર હવામાં ફંગોળાતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાની બુમો ઉઠવા પામી છે. રોડ દબાઈ જતાં વાહન ચાલકોને અકસ્માતનો ભયઃ હાઈવે પર ખાડાના કારણે અકસ્માત વધ્યા હતા
બાયડ-મોડાસા નેશનલ હાઈવેને જોડતો માર્ગ પર રસ્તા પર વાહનથી ધમધમતા હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે રસ્તા પડેલા ખાડા પૂરવામાં કામગિરી ચાલુ કરવામા આવી હતી
ચોમાસાની સિઝનમા માર્ગ સાવ બિસ્માર બની ગયો છે અને ઠેર-ઠેર ડામર ઉખડી જતા ખાડા પડી ગયા હોવાની વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બાયડ-કપડવંજ હાઈવે રોડ પસાર થતાં રાજય ધોરીમાર્ગ ઉપર ભારે વાહનોની અવર – જવારથી દબાઈ જતાં હાલમાં જોખમી બની ગયો છે. ઉબડ-ખાબડ રસ્તાના લીધે રોજ અસંખ્ય વાહન ચાલકો અકસ્માતમાં ભોગ બની રહ્યા છે. ધનસુરા, બાયડ, ડેમાઈ, હાઈવે ઉપર કેટલીક છૂટક જગ્યાએ ભારે વાહનોના કારણે રોડ દબાઈ ગયો છે. બાયડ તાલુકામાં પસાર થતો મોડાસા-નડીયાદ રાજય ધોરીમાર્ગ ભારે વાહનોની અવર-જવરના કારણે દબાઈ જતા રસ્તો અસમતળ અને મસમોટા ગાબડા પડી જવાના કારણે નાના વાહન ચાલકો માટે છેલ્લા એક મહિનાથી શીરદર્દ સમાન બની ગયો છે.
બાયડ માં આજરોજ સવારના સુમારે બાયડ હાઈ વે ઉપર 1000 થી વધારે મસ મોટા ખાડા પડી ગયા છે રોડ વિભાગ દ્વારા આજરોજ ખાડા પડી ગયેલ જગ્યા ઉપર ડામર , કમચી કામગીરી ચાલુ કરવામાં આવી હતી