અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાની શિણોલ ગ્રામ પંચાયતના મહાદેવપુરા ગામે પાંચથી સાત વર્ષ જેટલો લાંબો સમય વિતવા છતાં આંગણવાડીના મકાનનું બાંધકામ હજી સુધી પુરૂ થઈ શક્યું નથી. તો તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓ આ બાબતે કોઈ વિઝીટ નહી કરતા હોય….. કે પછી ઓફિસમાં પંખા નીચે બેસી માત્ર ઉઘરાણીનું જ કામ કરે છે….!!!!
Advertisement
આગણવાડીના મકાનના અધૂરા ખોરભે પડેલા કામ બાબતે વારંવાર આ ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી ધનસુરાને પણ રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે….!!! આ ગામના લોકોની માંગ છે કે આંગણવાડીના ખોરંભે પડેલા કામ માટે ત્વરિત પગલાં લઈ તાત્કાલિક કામ પૂરું કરવામાં આવે
Advertisement
Advertisement