મેઘરજ પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી
મેઘરજ તાલુકાના અદાપુર ગામના વાલાભાઇ ડાહ્યાભાઈ પટેલ જેઓ શિક્ષક તરીકે નોકરી કરી નિવૃત્ત થયેલ હતા અને હાલ ખેતીકામ ધંધો કરે છે પોતાના પ્લોટ ઉપર મકાન બનાવેલ છે જેના કારણે ગામના પટેલ મનોરભાઈ વિરાભાઈ નાએ કેવીએટ દાખલ કરેલ હોઇ જેથી ફરિયાદી એ દાવો દાખલ કરેલ હતો જે દાવો મેઘરજ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના ફેવરમાં ચુકાદો આવ્યો હતો જેના કારણે આ બાબતે પટેલ મનોરભાઈ વિરાભાઈ ને મનદુ:ખ હતું.ફરિયાદી વહેલી સવારે લીભોઈ ગામે આવેલ સત કેવલ સાહેબના આશ્રમે ગાયોનુ વાસીદુ ભરવા તેમજ ઘાસચારો નાખવા ગયેલો હતો અને પરત ઘરે જતો હતો તે વખતે સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ લીંભોઇ ગામથી એ ફરિયાદીના ગામ તરફ આવતા વાત્રક નદીના પુલ નજીક ગામ તરફ જતા રોડ ઉપર મો.સા. લઈ ધીમી ગતીએ પસાર થતો હતો તે વખતે મનોરભાઈ વિરાભાઈ પટેલ નાઓ ચાલતો ચાલતો આવતો હતો જેથી ફરિયાદી એ મો.સા. ઉભી રાખેલી જેથી તે ફરિયાદી પાસે આવી બીભત્સ ગાળો બોલી ફેટ પકડી તેના હાથમાં લાકડી હોય ફરિયાદી ને માથામાં આગળના ભાગે બે હાથે લાકડીનો ફટકો મારેલો અને ઉપરા ઉપરી બે ઘા કરેલા અને તે પછી તેની મો.સા. નજીક ઉભી કરી ત્યાંથી દોડીને લાકડી મુકી લોખંડની હથોડી લઇ આવેલ હતો અને ડાબા કાન પાછળ હથોડી મારી દીધેલી અને ચોટીના ભાગે હથોડી ઘા મારેલા અને તને છોડવાનો નથી તને જાન થી મારી નાખવાનો છે મારી સામે દાવો કેમ કરેલ તેમ કહી જીવથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો તારે જ કોર્ટમાં જવું હોય ત્યાં જા ઘણી કોર્ટો જોઈ લીધી.
ઘાયલ થયેલ ફરિયાદી ને લોહી નિકળવા લાગેલું જેથી ફરિયાદી એ હથોડી ઝુંટવી ફેંકી દિધેલી ત્યાર પછી ફરિયાદી મો.સા. લઈ પોતાના ગામ તરફ આવતો રહેલો ત્યાં વિનુભાઈ રામાભાઈ પટેલ અને કિરણભાઈ સમાભાઈ પટેલ નાઓ ફરિયાદી ને ઘરે મૂકવા સારુ આવેલા પણ ફરિયાદી સચિનભાઈ પ્રવિણભાઇ પટેલ તથા ભીખાભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા ભરતભાઇ ડાહ્યાભાઈ પટેલ ને સાથે લઇ મેઘરજ પો.સ્ટે, ગયેલા અને ત્યાંથી સૌપ્રથમ સારવાર કરાવવા કહેતા મેઘરજ સરકારી દવાખાને સારવાર કરાવેલ જ્યાં ફરિયાદી ને માથામાં તથા કાનની બાજુમાં ટાંકા લઇ વધુ સારવાર માટે રીફર કરતા અત્રે મોડાસા એઇમ્સ હોસ્પીટલમાં લાવી દાખલ કરેલ છે અને સારવાર ચાલુ છે. ફરિયાદી હાલ સંપુર્ણ ભાનમાં છે તો આ સમગ્ર ઘટના ને લઇ ફરિયાદી એ મનોરભાઈ વીરાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરેલ છે