ગોધરા,
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામા આવેલા હડફ ડેમ અને શહેરા તાલુકામા આવેલા પાનમડેમમા પણ પાણીની ભારે આવક નોધાઈ છે. આ બાજુ હડફ ડેમમા ઉપરવાસમા વરસાદને કારણે પાણીની આવક થતા એક દરવાજો ખોલવામા આવ્યો છે. જેના કારણે મોરવા હડફ તાલુકામા આવેલા નીચાણ વાળા ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે.
પંચમહાલ જીલ્લામા સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમા નવા નીર આવ્યા છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામા આવેલા હડફ ડેમમાંથી 40000 ક્યુસેક જેટલુ પાણી નદીમા છોડવામા આવ્યુ છે. જેના કારણે પાનમનદીમા પણ પાણી ની નવી આવક જોવા મળી છે. હડફ ડેમમાથી 40000 ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યુ છે. હાલમા હડફ ડેમની સપાટી 165.80 ફુટ છે. નીચાણવાળા વિસ્તારમા આવેલા ડાંગરીયા,કડાદરા સહિતના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામા આવ્યા છે. શહેરા તાલુકામા પણ સાર્વત્રિક વરસાદ નોધાયો છે. જેના કારણે પાનમડેમમા પણ સારી એવી આવક થવા પામી છે. પાનમ ડેમમા પાણીની આવક થતા સપાટી 124.95 પહોચી હતી. અને પાણીની નવી આવક 37,695 હજાર ક્યુસેક નોધાઈ હતી.