અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કેટલીક જગ્યા વરસાદને કારણે પાકને નવજીવન મળ્યું છે તો કેટલીક જગ્યાએ આફતરૂપ વરસાદ સાબિત થઈ રહ્યો છે… અણિયોર ગામે વરસાદ આફત લઈને આવ્યો હોય તેવું લાગ્યું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇને કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારોમાં મકાનો જળસમાધિ થયા હતા.
અરવલ્લી જિલ્લાના અણિયોર ગામે રાત્રીના અરસામાં વાંઘાનું પાણી અચાનક આવી જતાં માલધારી સમાજ પર આફત આવી પડી હતી. રાત્રીના અચાનક પાણી આવ્યાનો ખ્યાલ આવતા, બૂમાબૂમ થઈ, જોતજોતામાં પાણીનો પ્રવાહ વધી ગયો અને 170 જેટલા પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા,, પશુપાલકોનું કહેવું છે કે, ચાર થી પાંચ ઘેટા બકરા મળી આવ્યા છે, જોકે બીજી પશુઓ હજુ મળ્યા નથી, કેટલાક પશુઓમાં વૃક્ષો પર મૃત હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો બધો હતો, કે, ઘરવખરી પણ તણાઈ ગઈ હતી,, માલધારી પરિવાર પર રીતસરનું આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું..
એટલું જ નહીં પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે, ચાર થી પાંચ લોકો જીવ બચાવવા બાવળના ઝાડ પર ચઢી ગયા હતા,,, ત્યારબા સ્થાનિક અને પોલિસની મદદથી રેસ્ક્યુ કરાયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું…