અરવલ્લી જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી લોકોની મુસ્કેલી વધી છે તો બીજી બાજુ આર્થિક નુકસાન પણ થયું છે. જન્માષ્ટમીના પર્વ પર વરસાદી માહોલ જામ્યો હતો. મોડાસા તેમજ આસપાસના તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદથી ખેતીપાકને નવજીવન મળ્યું હતું, જ્યારે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો લોકો માટે અભિશાપ બન્યા છે.
મોડાસા શહેરના કોલેજ રોડ આસપાસની સોસાયટી, ડીપી રોડ, ભેરૂંડા રોડ , અમરદીપ વિસ્તારની પાછળની સોસાયટી, વિદ્યાકુંજ, માણેકબાગ, રામપાર્ક, બસ સ્ટેશન રબારી વિસ્તાર મળીને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. લોકોએ પાલિકાના નામના ઉજાગરા વેઠવાનો વારો આવ્યો હતો. લોકો એટલી હદે કંટાળી ગયા કે, બધો જ બડાપો મીડિયા સમક્ષ કાઢ્યો હતો. મોડે મોડે પાલિકાના સત્તાધિશો આવ્યા હતા, અને પાણીનો નિકાલ થાય તે માટે જરૂરી કામગીરી શરૂ કરી હતી, જોકે વરસાદી માહોલ વચ્ચે ખૂબ જ કઠિન હતું.
મોડાસા શહેરમાં જે વિસ્તારોમાં ક્યારે અડધા કલાક કરતા વધારે પાણી ભરાતા નથી, તેવા વિસ્તારોમાં હવે ત્રણ થી ચાર કલાક અને તેના કરતા પણ વધારે સમય માટે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોએ અનેક સવાલો પાલિકાની કામગીરી ઉઠાવ્યા હતા, પણ પાલિકા શું કરી શકે ? ગટર લાઈન એવો આધુનિક પ્રોજેક્ટ છે કે, તેમાં જે કામગીરી થાય તે પાલિકાએ સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી, કારણ કે, આ તો ઉપરથી છે.
પાલિકા સત્તાધિશોએ એ પણ યાદ રાખવું જોઈએ કે, સ્થાનિક લોકો સાથે રોજે-રોજ મોઢું બતાવવું પડે છે, અહીં ભૂગર્ભ ગટરની કામગીરીમાં કચાશ દેખાય તો તાબડતોબ કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે, લોકો તો કંપનીને નહીં ઓળકે, લોકો સ્થાનિક જનપ્રતિનિધિને જ ઓળખશે, એટલે કામ થાય તો સારૂ થયા નહીં કે, લોકોની મુસિબત વધારે.
મોડાસાના વિદ્યાકુંજ સોસાયટીમાં ભરાયેલા પાણીને લઇને મહિલાઓએ એટલી હદે પાલિકા સામે રોષ ઠાલવ્યો કે, ન પૂછો વાત. તમે જ સાંભળો….