ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જીલ્લામાં ઠેરઠેર ભારે વરસાદ ખાબક્યો છે જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થી નદી,નાળા, છલકાયા છે જીલ્લાની નદીઓ બે કાંઠે વહેતા અનેક માર્ગોને જોડાતા ડીપ અને કોઝવે પર પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન થંભી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે
ગ્રામ્ય વિસ્તારો થી મુખ્યમાર્ગને જોડાતા ડીપ અને કોઝવે પર પાણી ફરવા છતાં કેટલાક વાહનચાલકો અને રાહદારીઓ જોખમ ખેડાતા હોવાથી દરવર્ષે પાણીમાં વાહનચાલક કે રાહદારી તણાવાની ઘટનાઓમાં જીવ ગુમાવવાની અનેક ઘટનાઓ બનતી હોય છે સેલ્ફી લેવાના ક્રેઝમાં અને નદી નાળામાં નાહવા જતા લોકોએ પણ જીવ ગુમાવ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલે જોખમી રસ્તા અને સુનસર ધોધ, ઝાંઝરી ધોધ સહિત અનેક સ્થળે પાણીનો પ્રવાહ વધતા કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાદી દીધો છે અણિયોર નજીક વરસતા વરસાદના પાણીમાં ફસાયેલ માલધારી પરિવારને માલપુર પોલીસે ભારે જહેમત બાદ બચાવી લીધો હતો