ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા પડેલા વરસાદને કારણે જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. ગોધરા શહેરની મધ્યમાથી પસાર થતી નદીના કિનારા પાસેના વિસ્તારોમા પાણીમા ગરકાવ થઈ ગયા હતા. ગોધરા શહેરની આવેલી અનેક સોસાયટીઓમા પાણી ભરાઈ ગયા હતા. ગોધરા શહેરની યોગેશ્વર સોસાયટી, ઝુલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મીકિવાસ, તીરઘરવાસ, ખાડી ફળિયા, શહેરા ભાગોળ, મેસરી નદીના કાંઠા વગેરે વિસ્તારો પાણીથી પ્રભાવિત થઈ ગયા હતા.
નવા તીરઘર વાસ, ઢોલીવાસ, છકડાવાસ વગેરે સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનુ જીવન પ્રભાવિત થયુ હતુ.વાલ્મિકીવાસ વિસ્તારમાં કરતાં ત્યાંના વિસ્તારના લોકોની ઘરવખરી, સામાન સહિતને ભારે નુકસાન થવા પામ્યું હતું. બીજી બાજુ, આ વિસ્તારના પરિવારો ભૂખ્યા અને તરસ્યા આખી નાઈટ ઘરમાંથી પાણી ઉલેચી કાઢવા પર મજબૂર બન્યા હતા.રહીશ ઉર્મિલાબેન જણાવે છે કે અમારા ઘરની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય કેનાલ આવી છે, જેની નિયમિત રીતે સફાઈની કામગીરી હાથ ધરવામાં ન આવતાં અને અધૂરામાં વરસાદી કાસની કેનાલને નવીન બનાવવા માટે તોડી પાડી હતી. ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે અને આખા નવા તીરઘરવાસ, વાલ્મીકિવાસ, છકડાવાસ, સિંધુરીમાતાના મંદિર વગેરે વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જાય છે, જેને કારણે ઘરવખરી, સાધનસામગ્રીઓ પાણીમાં તણાઈ જાય છે અને પારિવારિક તકલીફ ભોગવવી પડે છે