asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય


CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન રૂ. ૯૫,૦૦૦ થી વધારીને રૂ. ૧.૩૦ લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય

Advertisement

તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂ. ૩૦૦ થી લઇ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે

Advertisement

કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે

Advertisement

કરાર આધારિત તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂંક બંધ કરવામાં આવી છે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

Advertisement

રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.

Advertisement

કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. ૯૫,૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. ૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત ૩૭ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. ૩૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે.

Advertisement

વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.

Advertisement

રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૨૫૦ તેમજ માઇનોર સર્જરી માટે રૂ. ૬૦૦ અને રૂ. ૩૦૦ પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ હિતકારી નિર્ણય લેવમાં આવ્યો છે. જે તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!