અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે. મોડાસા શહેરમાં સૌથી વધારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી તેમજ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.
બીજી બાજુ મોડાસા શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મી શોપિંગ સેન્ટર ની કેટલીય દુકાનો જળ સમાધિ થઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર તેમજ બેઝમેન્ટની 50 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ચાર દિવસથી પાણી ભરાઈ જતાં દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દુકાનદારોનું કહેવું છે કે, પાણી ભરાઈ જવાથી લાકો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. દુકાનદારોએ પોતાના પૈસાથી પાણી બહાર કાઢવાનો વારો આવ્યો હોવાનું દુકાદારોએ જણાવ્યું હતું.