ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાત-ચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.સાથે જ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે અને જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.