અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીદારો સક્રિય કરી નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ઇસરી પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચકે માસ અગાઉ નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હાનો આરોપી નાસતો- ફરતો આરોપી વાસુદેવ નાનજી કોપસા રહે.ઝાપા, તા.વીંછીવાળા જી.ડુંગરપુર ને માલપુર તાલુકાની ચીરીવાડ ચોકડી નજીક આવનાર હોવાની બાતમી મળતા જ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઇ.ડી.બી.વાળા અને તેમની ટીમેં ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા ઇસરી પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચેક માસ અગાઉ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રેલાવાળા મુકામે ઉભેલ હોવાની બાતમી મળતા તેની પૂછપરછ કરતાં આરોપી યશવંતસિંહ ઉર્ફે બાપુ દેવીસિંગ ગઢવી રહે.સીદરી, તા.ડુંગરપુર,જી.ડુંગરપુર રાજસ્થાન ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.મેઘરજ પોલીસે સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઈના ગુન્હાનો આરોપી છેલ્લા બે વર્ષ થી નાસતો ફરતો આરોપી રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઇ પોપટભાઈ સોલંકી રહે.સી./૭૧૧ મારુતિ સ્કાય વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહે.સેલગઢ તા.કપડવંજ જી.ખેડા આરોપીને તપાસ અમદાવાદ ખાતે કરતા આરોપી મળી આવતા એલસીબી ઓફીસ લાવી પૂછપરછ કરતા આરોપી કબૂલાત કરતા આરોપી ઝડપી લઈ કાયદેશની કાર્યવાહી હાથધરી હતી.