asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

પંચમહાલ : શહેરાનગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર ખાડાઓ પડી જતા વાહનચાલકોને હાલાકી


શહેરા
પંચમહાલ જીલ્લામા વરસાદને હાલમા વિરામ લીધો છે. છુટોછવાયો વરસાદને બાદ કરતા વરસાદનુ જોર ઘટ્યુ છે. પંચમહાલ જીલ્લાના શહેરામા પડેલા વરસાદને કારણે સતત વાહનોથી ધમધમતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર ખાડાઓ પડી ગયા હતા. શહેરાનગરના અણિયાદ ચોકડી પાસે ખાડાઓ પડ઼ી ગયા હતા. બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે અહી 3 ફુટ જેટલા પાણી રોડ પર ભરાઈ ગયા હતા.વાહનચાલકોને પણ પારાવારા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,શહેરાનગરમા ભારે વરસાદ પડે ત્યારે અણિયાદ ચોકડી પાસે જાણે નદી છલકાઈ તેવા દશ્યો દર વર્ષે સર્જાતા હોય છે. તેટલુ નહી પાણી ભરાવાની અસર નજીકમા આવેલી સોસાયટીઓમા પણ થતી હોય છે.

Advertisement

પંચમહાલ જીલ્લામા વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા હવે જનજીવન પુનઃ ધબકતુ થયુ છે. વરસાદ થતા શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવ માર્ગ પર ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરાનગરમાથી આ રોડ પસાર જાય છે. જે રાજ્સ્થાન દિલ્લી સહિતના ઉત્તર ભારતના મહત્વના રાજ્યોને જોડે છે. તેના કારણે આ રોડ પર ભારે ટ્રાફિક ધમધમે છે. શહેરાનગરની અણિયાદ ચોકડી પાસે પસાર થતા આ રોડ પર ખાડાઓ પડી ગયા છે.વરસાદી પાણી ભરાઈ ગયા બાદ હવે જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે. જોકે સંબધિત તંત્ર દ્વારા તેને ખાડાઓને પુરણ કરવામા આવ્યા હતા. પંરતુ મોટા ભારે માલવાહન વાહનો ને કારણે ખાડાઓ પડી રહ્યા છે.ચોમાસામા આ જગ્યાએ વરસાદને કારણે નદી વહેતી હોય તેવી પરિસ્થિતી સર્જાય છે.તેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!