asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

પંચમહાલ: શહેરા તાલુકામા સીઝનનો કુલ 979 મીમી વરસાદ નોધાયો, સિંચાઈ તળાવોમા પાણીની છલોછલ આવકથી ખેડુતો ખુશખુશાલ


શહેરા,
પંચમહાલ જીલ્લામા પાછલા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે હવે વિરામ લીધો છે. શહેરા તાલુકામા પણ સાર્વત્રિક વરસાદને કારણે ખેડુતોમા ખુશીની લાગણી છવાઈ છે. શહેરા તાલુકામા વરસાદને કારણે પાનમડેમમાં પણ પાણીની નવી આવક નોધાઈ છે. શહેરા તાલુકામા આ વખતે સીઝનનો કુલ વરસાદ 979 મીમી જેટલો નોધાયો છે. વરસાદને કારણે નદીનાળાઓ પણ છલકાઈ ગયા છે. ચેકડેમો પણ પાણીની આવક નોધાઈ હતી. શહેરા તાલુકામા આવેલા તળાવો તેમજ સિંચાઈ તળાવોમા પણ પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા. પાણીની આવકને કારણે ખેડુતો પણ હવે શિયાળુ અને ઉનાળુ ખેતી સારી રીતે કરી શકશે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આ વખતે મેઘરાજાએ મહેર કરતા સારી એવી પાણીની આવક તળાવોમા નોધાઈ છે. તેના કારણે જળસ્તરો પણ ઉચા આવશે. શહેરાનગર અને તાલુકામા આ વખતે સારો એવો વરસાદ નોધાયો છે.શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારમા તળાવો તેમજ અન્ય ગામોમા સિંચાઈ તળાવો આવેલા છે. તેનો ઉપયોગ શિયાળુ તેમજ ઉનાળુ ખેતી માટે થતો હોય છે. શહેરા તાલુકાના લાભી ગામે આવેલા સિંચાઈ તળાવ આ વખતે છલોછલ પાણીથી ભરાઈ ગયુ હતુ.તેના કારણે ગ્રામજનોમા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.ગામમા આવેલુ અન્ય તળાવ પણ પાણીથી છલોછલ થઈ ગયુ હતુ. શહેરા તાલુકામા આવેલા ઘણા તળાવોમા પણ પાણીથી સારી એવી આવક જોવા મળી હતી. પંચમહાલમા તમામ તાલુકાઓમા પડેલા વરસાદમા શહેરા તાલુકાઓમાં સીઝનનો કુલ વરસાદ 979 મીમી નોધાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!