28 C
Ahmedabad
Monday, March 24, 2025

અરવલ્લી : મેઘરજ ગ્રામ પંચાયત ખાતે નગરજનોએ કેમ કર્યો વિરોધ?


સરકાર દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ માટે વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં તેમજ આપવામાં આવે છે. કેટલીક ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા હોય છે તો કેટલીક ગ્રામ પંચાયતના વિકાસના કામો થતા નથી અને જે ગ્રામ પંચાયતની અંદર વિકાસના કામો થતા નથી ત્યારે આમ જનતા પરેશાન થતી હોય છે અને પીડાતી હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં કામો ન થતા હોવાથી આખરે પ્રજાઓમાં આક્રોશ ફાટી નીકળે છે અને પરિણામે વિરોધ કરવાનો વારો આવતો હોય છે

Advertisement

મેઘરજ નગરમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મેઘરજ ગ્રામ પંચાયત ખાતે નગરના 300 થી વધુ લોકોએ હલ્લાંબોલ કરી પંચાયતનો ઘેરાવો કર્યો હતો જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસંધાને આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મેઘરજ નગર ની અંદર તેમજ શહેરમાં વારમવાર રજુઆત કરવા છતાં રોડ,રસ્તા અને વરસાદી પાણીની સમસ્યા નો ઉકેલ ન આવતા અંતે મહિલાઓ,પુરુષો, યુવાનો સહિત અનેક લોકોએ પંચાયતનો ઘેરાવો કરી હલ્લાબોલ કરી હતી એની પોતાના જે પ્રશ્નો છે પ્રશ્નો પંચાત સમક્ષ રજૂ કર્યા હતા.

Advertisement

મેઘરજ નગરના જાગૃત નાગરિકો એ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ત્રણ વર્ષની દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું સંતોષ કારક કામકાજ કરવામાં આવ્યું નથી આગામી સમયમાં પંચાયતના સરપંચ અને સભ્યોની છબી ન ખરડાય તે માટે સરપંચ અને સભ્યએ રાજીનામું આપી દેવું જોઈએ તેમ જણાવ્યું હતું
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં સરપંચ અને સભ્યો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!