અરવલ્લીના મેઘરજ તાલુકામાં સરહદી ગામોના ખેતરોમાં તેમજ રહેણાંકના મકાનોમાં તીતીઘોડા જેવી જીવાત દેખાતાં ખેડુતો મુજવણમાં મુકાયા છે, જ્યારે જીલ્લા તંત્રને જાણ થતાં તંત્રએ યુધ્ધના ધોરણે ગામો ગામ સર્વે હાથ ધરાયુ છે અને જીવાતના પરીક્ષણ માટે તંત્ર દ્વારા દાતીવાડા એગ્રીકલ્ચર યુનીવસીટીની ટીમની માગણી કરાઇ છે.
મેઘરજ તાલુકામાં સરહદીય વિસ્તારના રેલ્લાવાડા ની આસ પાસના 10 જેટલા ગામોમાં તીડ હોવાની વિગતો મળી હતી, તીડ જેવી જીવાત દેખાતાં વિસ્તારના ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીઓ અને તાલુકાના તમામ ગ્રામકેવકો દ્વારા ગામે ગામ યુધ્ધના ધોરણે સર્વે હાથ ધરાયુ હતુંં જેમાં સૌથી વધુ તીડ જેવી જીવાત અંગે તપાસ કરતા તીતીઘોડા હોવાનું માલૂમ થયુ઼ હતું. રેલ્લાવાડા વિસ્તારમાં જીતપુર, તરકવાડા, ઇસરી, રખાપુર, ખુમાપુર, પટેલ છાપરા સહી અનેક ગામોમાં વધુ ઉપદ્રવ જોવા મળ્યો હતો જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રેલ્લાવાડા વિસ્તારના ગામોની મુલાકાત લઇ તીતીગોડા છે કે તીડ જેના પરીક્ષણ માટે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવસીટી ની ટીમની માંગણી કરાઇ હતી
ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ રાજસ્થાન ને અડીને આવેલ સરહદીય વિસ્તારના,જીતપુર, રખાપુર,કંટાળુ,બીટીછાપરા, ઇસરી, રેલ્લાવાડા જેવા ગામોમાં રૂબરૂ મુલાકાત લીધી છે જ્યાં તીતીઘોડા ના વધુ પ્રમાણમાં ઝૂંડ દેખાયા છે તેમજ રાત્રીના સમયે લાઇટ બલ્બના અજવાળે વધુ પ્રમાણમાં દેખાઇ રહ્યા છે.
અટકાવવા માટે શું કરવું જોઈએ…આ જીવાત ઘાસમાં વધુ રહેછે હાલ ખેડુતોને પ્રોફેનોફોસ ૪૦ ટકાતેમજ સાઇપર મેથીન ૪ ટકા દવાનો છંટકાવ કરવા ભલામણ કરાઇછે ખેતીવાડી કચેરીના સર્વેમાં સરહદીય વિસ્તાર સિવાયના અન્ય ગામોમાં ઓછા પ્રમાણમાં તીતીઘોડા જેવી જીવાત ખેતરોમાંજોવા મળી રહી છે.