વિજયસિંહ સોલંકી
લુણાવાડા
ગુજરાતમા શ્રાવણ મહિનામા મેઘરાજાએ શ્રીકાર વર્ષા કરી છે. હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમા પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિ પ્રેમીઓ તેનો આનંદ માણવા પહોચી જાય છે. મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના આમલિયાત ગામ પાસે આવેલા સાતકુંડા મહાદેવ મંદિરના ધોધ શરુ થઈ જતા પર્યટકો ઉમટી રહ્યા છે. અને ધોધમા નાહવાનો આનંદ લઈ રહ્યા છે. સાથે શ્રાવણ મહિના છેલ્લા દિવસો ચાલતા હોવાથી અહી મહાદેવના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી રહ્યા છે.
મહિસાગર જીલ્લો પ્રાકૃતિક સંપ્રદાઓથી ભરપુર છે.પંચમહાલના શહેરા તાલુકાના પાનમડેમ થી શરુ થતા જગંલો સંતરામપુર તાલુકા સુધી પથરાયેલા છે.આ જંગલો વરસાદ થતા થતા લીલીછમ ચાદર ઓઢી નવોઢાનુ રૂપ ધારણ કરે છે. સંતરામપુર તાલુકાના આમલિયાત ગામે સાતકુંડા મહાદેવનુ પૌરાણિક મંદિર આવેલુ છે. આ મંદિરમા પથ્થરોની ગુફામા આવેલુ છે.તેમા મહાદેવ બિરાજમાન છે. સાથે સાથે અહી ચોમાસામા વરસાદ થતા મીની ધોધ શરૂ થઈ જતા હોય છે. સાત જેટલા નાના મોટા ધોધ એક પછી એક આવેલા છે. આ ધોધ જે જગ્યાઓ પર પડે છે તે કુંડનો આકાર લે છે. આમ સાત ધોધના પાણી એક પછી એક કુંડમા પડીને નીચે આવે છે. તેના આ કારણે આ જગ્યા નુ નામ સાતકુંડા પડ્યુ હોવાનુ કહેવાય છે. અહી જીલ્લાભર તેમજ અન્ય જીલ્લાઓમાથી પણ પ્રવાસીઓ આવીને ધોધમા નાહવાનો આનંદ લઈ રહ્યા છે.
વરસાદને કારણ આસપાસના પહાડો લીલીછમ વનરાજી થી છવાઈ ગયા છે. સાથે જંગલોમાંથી આવતા ઝરણાઓ ઝરમર અવાજ,પક્ષીઓના કલરવ મનને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરાવે છે.આ ધોધ ફોટો ગ્રાફી માટે પણ ડેસ્ટીનેશન બન્યુ છે. અહી પરિવાર સાથે સૌ આવે છે. અને પ્રકૃતિનો આનંદ માણે છે.