કદાચ તમે લોકોએ આત્મર નિર્ભરની વાત તો સાંભળી જ હશે ગુજરાત સરકારે અને મોદી સાહેબે પણ કહ્યું છે કે કે આત્મ નિર્ભર બનો પણ શું તંત્રએ જે કામ કરવાનું છે એ લોકો કામ કરે છે ત્યારે આત્મ નિર્ભરની ચોક્કસ વાત સામે આવે છે
અરવલ્લી જિલ્લાની અંદર ગ્રામ પંચાયતથી લઈને માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે હાલ અનેક સવાલો સામે આવ્યા છે ચોમાસાનો સમય હાલ શરૂ છે અવિરત વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓના ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે રસ્તાઓનું સમારકામ ન થતા હવે આમ જનતાએ પોતે મેદાનમાં આવીને પોતે પોતાની ફરજ સમજી શ્રમદાન કરી રોડ રસ્તા ના ખાડાઓ પુરવાનું કામ હાથ ધર્યું છે
મેઘરજ તાલુકા ની અંદર કુલ ગામમાં જે રસ્તો છે રસ્તાની દહીંની હાલત છે મેઘરજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું છેલ્લા કેટલાય વર્ષથી સમારકામ કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર સમારકામના નામે બીલો બનાવી ખોટા વાઉચર બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાઓ જામી છે
રવિવાર નો દિવસ હોવાથી અને રજા હોવાના કારણે વિદ્યાર્થીઓ પોતે રસ્તાઓના ખાડાઓ પુરવા માટે મજબૂર થયા છે કારણ કે વિદ્યાર્થીઓને શાળાઓમાં તેમજ આઈટીઆઈ તેમજ કોલેજમાં જવાનું થતું હોય છે પરંતુ રસ્તો ખરાબ અને ખાડા વાળો હોવાથી બસ ન આવતી હોવાના કારણે હવે વિદ્યાર્થીઓએ પણ જાતે સમારકામ હાથ ધર્યું છે ગામના યુવાનો અને વડીલો એ
ખખડધજ રોડ રસ્તાઓનું સમારકામ હાથ ન ધરાતાં ગ્રામજનો એ જાતે સમારકામ હાથ ધર્યું છે જેને લઇ મેઘરજ તાલુકાના કુણોલના ગ્રામજનો શ્રમદાન કરવા મજબુર બન્યા છે રસ્તો ખરાબ હોવાના કારણે એસટી બસ ગામમાં ન આવતી હોવાને લઇ હાલાકી નો સામનો કરી રહ્યા છે બીજી તરફ અભ્યાસ અર્થ એ જોડાયેલા વિદ્યાર્થીઓ રવિવારની રજા હોવાથી રસ્તાનું સમારકામ જાતે હાથ ધર્યું હતું રસ્તા પર મસમોટા ખાડા પડવાથી ગામના યુવાનો અને વડીલોએ રસ્તાના ખાડા પુર્યા પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું કામ ન થતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે રસ્તાની આજુબાજુ જાડી જાખરા હોવાના કારણે પણ હાલાકી ભોગવી રહ્યાં છે હાલતો જે લોકોએ શ્રમદાન કરી પોતે રસ્તાનું સમારકામ હાથ ભર્યું છે તો આ બાબતે તંત્ર સફારે જાગે અને અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાની અંદર જે પણ જર્જરી રસ્તાઓ છે અને ખાડા વાળા રસ્તાઓ છે તે રસ્તાઓનું સમારકામ તંત્ર ઝડપથી કરે તેવી હાલ તો લોકોની માંગ છે