યુવક રાત્રીના સમયે મોબાઇલ ફોન પર વાત કરતો હતો તેવામાં પુલીયા પરથી નીચે પટકાતાં મોત નીપજ્યુ હતુ
મેઘરજના વાસણા ખાતે સરકારી અનાજના ગોડાઉન પરનો પરપ્રાંતિય મજુર રાત્રીના સમયે મોબાઇલ ફોનથી પરીવાર સાથે વાત કરતાં કરતાં ગોડાઉન નજીક પુલીયા પર ગયો હતો અચાનક યુવક પુલીયા પરથી નીચે પટકાતાં યુવકનુ મોત નીપજ્યુ હતુ
વાસણા સરકારી અનાજના ગોડાઉન ખાતે મધ્યપ્રદેશના ગણેશપુરા ગામના યુવકો મજુરી અર્થે આવેલ હતા અને વાસણા ગોડાઉન ખાતે રહેતા હતા જેમાંથી ૨૪ વર્ષીય યુવક ચૈનપાલ સુંદરપાલ જાટવ શનિવાર રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગોડાઉન બહાર મેઘરજ-માલપુર રોડ બાજુ ફોન પર વાત કરતો કરતો ગયો હતો ચૈનપાલના સાથી મિત્રો જમી પરવારી ગોડાઉન પર સુઇ ગયા હતા તે સમયે રોડ પરના પુલીયા પર ચૈનપાલ બેસી ફોન પર વાત કરતો હતો રવિવાર વહેલી સવારે સાથી મિત્રો ઉઠ્યા અને ચૈનપાલ ન દેખાતાં પુલીયા પર તપાસ કરતાં તેના ચપ્પલ અને મોબાઇલ મળી આવ્યો હતો તેમજ ચૈનપાલ પુલીયા નીચે લોહી લુહાણ હાલતમાં મ્રુત પડ્યો હતો મ્રુતકના ભાઇ દલવીર સુંદરપાલ જાટવ રહે.ગણેશપુરા તા.પોરસા જી.મુરેના મધ્યપ્રદેશ એ પોલીસને જાણ કરતાં પોલીસે એડી નોધી મ્રુતકનુ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરીછે