અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામ પંચાયત અને વન વિભાગ વિતરણ ના સંયુક્ત ઉપક્રમે ખોડીયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં મિશન પંચરત્ન ગ્રામ વાટિકા યોજના અન્વયે “એક પેડ મા કે નામ” મિશન અંતર્ગત 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં લીમડા ,પીપળા, વડ, કરંજ ખાટી આંબલી જેવા વૃક્ષોનું વાવેતર ટ્રીગાર્ડ સાથે કરવામાં આવેલ જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ પ્રવીણભાઈ આંજણા સરડોઈ પૂર્વ સરપંચ જયદતસિંહ પુવાર સરડોઇ ગ્રામ પંચાયતના તલાટી ચિંતનભાઈ પટેલ વન વિભાગના કર્મચારીઓ ગ્રામ પંચાયતના કર્મચારીઓની સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિશન અંતર્ગત મંદિર ની આસપાસના વિસ્તારમાં આવા મોટા વૃક્ષોનો ઉછેર થાય જમીનનું ધોવાણ અટકે અને યાત્રાળુઓ અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓને એક સુંદર વ્યવસ્થા નો લાભ મળે તેવા આશયથી આ વૃક્ષોનું વાવેતર કરેલ છે પંચાયતના પૂર્વ સરપંચ એ વન વિભાગ નો આભાર માન્યો હતો