સરડોઈ સંસ્કાર કલા કેન્દ્ર ના ઉપાધ્યક્ષ કમલેશભાઈ ગોવિંદભાઈ નાયક (નિકોડીયા -સાબરકાંઠા )કે જેમનું લોકકલા ભવાઈ નાટ્ય અંતર્ગત સમગ્ર અરવલ્લી જિલ્લો જેમનું કાર્યક્ષેત્ર છે એવા આ ભવાઈ કલાકારનું ગુજરાત સંગીત નાટક અકાદમી ના સહયોગથી ગુજરાત પ્રાંત સંસ્કાર ભારતી દ્વારા આયોજિત સંસ્કારવિભૂષણ એવોર્ડ સમારોહ માં મહામહિમ રાજ્યપાલ -આચાર્ય દેવવ્રતજી ના વરદ્દ હસ્તે શાલ, સ્મૃતિચિન્હ, સન્માનપત્ર, રોકડ પુરસ્કાર અર્પણ કરી કરવામાં આવ્યું હતું. આ સમારોહ મા ગુજરાત પ્રાંત સંસ્કારભારતી ના અધ્યક્ષ અભેસિંહ રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ઉપપ્રમુખ રમણીકભાઈ ઝાપડીયા, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, કોષાધ્યક્ષ જગદીશભાઈ જોષી, કમલેશભાઈ ઉદાસી, અરવલ્લી જિલ્લા સંસ્કાર ભારતી ના અધ્યક્ષ મોતીભાઈ બી. નાયક -સરડોઈ, ઉપાધ્યક્ષ શિવુભાઈ શર્મા -મોડાસા, મહામંત્રી અંબાલાલ કે. પટેલ -ડુગરવાડા, કારોબારી સદસ્ય શશીકાંત ત્રિવેદી -માલપુર, ગોપાલભાઈ ભાવસાર -મોડાસા, પ્રીતિ અનિલ શર્મા -મોડાસા, રસિકભાઈ વાળંદ -મોડાસા એ કમલેશભાઈ ની લોકકલા નાટ્ય ભવાઈ અંતર્ગત આગવી સૂઝ અને કલા પ્રસ્તુતિ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.