અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને આપવામાં આવતી,300 થી વ ધુ ધૂળ ખાતી સાઇકલો નો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે,શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાઇકલો હોવાના વાયરલ વિડીયો એ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે,આ વાયરલ વિડીયો મેઘરજ તાલુકાના કસાણા પંથકની એક શાળાનો હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો જણાવી રહ્યા છે,ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ,અમલવારીમાં તંત્રની લાપરવાહી સામે આવતી હોય છે,મેઘરજ તાલુકાની શાળાઓ માં આપવામાં આવતી સાઇકલ વિદ્યાર્થીઓ પાસે કેમ ન પહોંચી,વર્ષ 2024નો શાળા પ્રવેશોત્સવ ઉજવાય ગયો છે,આ સાયકલો નો સ્ટોક વર્ષ 2023નો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જણાઈ આવે છે,આ તમામ સાઇકલો પર તાડપત્રી નાખી ને સુરક્ષિત રાખવામાં આવી હોય પરંતુ,આટલો સમય વીતવા છતાં વિતરણ કરવામાં કેમ ન આવ્યું તે એક સવાલ છે,સંબધિત અધિકારીઓ દ્વારા સત્યતા ની ચકાસણી કરી યોગ્ય અને સરકારના અભિગમનું પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે