નવા ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં હજ્જારો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટયા…
નવા ભવનાથના મેળામાં હૈયે-હૈયું ભીડાય તેવી રીતે માનવમહેરામણ ઉમટ્યું
ભારતીય સંસ્કૃતીમાં પવિત્ર પાવન શ્રાવણ માસ નું અનેરૂ મહત્તવ ૨૧મી સદીના હાઈટેક યુગમાં આજે પણ અંકબધ્ધ જળવાઈ રહ્યું છે.પવિત્ર પાવન શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથ શિવ શંકર ભગવાનના ભાવિક ભક્તોમાં વ્રત, ઉપવાસ અને ઉપાસના નું અનેરૂ મહત્ત્વ ઘરાવે છે.ભિલોડાના નવા ભવનાથના મેળા નું વિશેષ મહત્ત્વ આજે પણ અંકબધ્ધ છે.નવા ભવનાથના મેળાનો લાભ લેવા માટે સાર્વત્રિક મેધ-મહેર વચ્ચે દુર-દુરથી પ્રજાજનો આવ્યા હતા.
હાથમતી અને ઈન્દ્રાસી જળાશયની વચ્ચે આવેલ જુના ભવનાથ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભુ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ હજ્જારો ભાવિક ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.ભિલોડાના નવા ભવનાથમાં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પરીસરમાં દર્શનાર્થે દર્શનાર્થીઓના ટોંળે-ટોંળા ઉમટયા હતા.
હાલને છોરી હાલ નવા ભવનાથ ના મેળે જઈએ… નવા ભવનાથ ના મેળામાં માનવમહેરામણ ઉમટયું હતું.નવા ભવનાથના મેળામાં ધર-વખરીની વિવિધ ચીજ-વસ્તુઓ, બાળકોના અવનવા રમકડાં, જોડીયો-પાવો, આદુ, કેળા, અને ફરાળી ચીજ-વસ્તુઓ સહિત ઠંડા-પીણા નું ધુમ વેચાણ જોવા મળ્યું હતું.
ભિલોડાના નવા ભવનાથના મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ધ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો