ગોધરા
આજે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ છે. આજનો દિવસ શિક્ષકોના નામે છે. આ દિવસે ભારતના ભુતપુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ છે. તેમની યાદમા શિક્ષક દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો છે. દેશના ભાવિ ઘડતરમા શિક્ષકનો બહુ મુલ્ય ફાળો હોય છે. દેશના નાગરિકના ઘડતરમા પણ શિક્ષકની મોટી ભુમિકા હોય છે. શિક્ષકો શાળામા કે કોલેજોમા ભણાવીને વિધાર્થીઓનુ ઘડતર કરે છે. આપણે આજે એક અનોખા શિક્ષકની વાત કરવાના છે. ગોધરા શહેરમા રહેતા એક શિક્ષક મહેશભાઈ પરમાર તેઓ શાળામા ભણાવતા કે કોલેજ ભણાવતા તેમને નથી બીએડ કે પછી પીટીસીની કોઈ તાલીમ લીધી નથી પણ જાતે શૈક્ષણિક અભ્યાસક્રમ શીખીને તેઓ બાળકોનુ ઘડતર કરી રહ્યા છે, ગોધરા શહેરના તીરગરવાસ વિસ્તારમા રહેતા મહેશભાઈ પરમાર ઓમ સાંઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. નવાઈની વાત એ છે તે આ ક્લાસમા આવતા વિદ્યાર્થીઓ પાસેથી તેઓ એક પણ રૂપિયો લેતા નથી. અને નિશુલ્ક ભણાવે છે. મહેશભાઈ પરમાર જણાવે છે કે “ મધ્યમ વર્ગના બાળકો જે કારમી મોઘવારી મા ટ્યુશન કલાસીસમા જ્યા વધુ પૈસા લેવાય છે તેથી તે જઈ શકતા નથી. આથી અમે મફત ટ્યુશન શરુ કર્યુ છે. અમે ભવિષ્યમા તેમને કોમ્યુટર શીખવાડવા તરફ કામ કરીશુ.શિક્ષકોને સંદેશ આપવા માગુ છુ કે બાળકોનો શિક્ષણનો પાયો મજબુત કરવો જોઈએ.જેથી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.” આ શિક્ષણ સેવામા તેમનો પુત્ર પણ સેવા આપે છે. તેમનો પુત્ર કિર્તેશ પરમાર જણાવે છે “ હુ બીએડનો અભ્યાસ કરુ છુ. મારા પિતા એસએસસી સુધી ભણ્યા છે. અમે 2019થી અમે આ સેવા શરુ કરી છે. એકથી બે કલાક સુધી શિક્ષણની સેવાઓ આપીએ છે
આ સેવાના કારણે અમુક સેવાદારો અમને વિવિધ ચીજવસ્તુઓ આપી જાય છે. પછાત વર્ગના ઘણા બાળકો શાળા અને ટ્યુશનમા જઈ નથી શકતા તેમના અહી નિશુલ્ક ભણતર આપીએ છે.. પછાત વર્ગના બાળકો આગળ આવે તે માટે પણ શિક્ષકોએ પ્રયત્ન કરવા જોઈએ.જેથી તેઓ જીવનમા આગળ આવે, આમ ભરતભાઈ પરમાર સાચા અર્થમા શિક્ષણની સેવા કરી શિક્ષક ધર્મ નિભાવી રહ્યા છે,તેમની આ પહેલ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારુપ છે.