28 C
Ahmedabad
Monday, March 24, 2025

પંચમહાલ : શહેરા તાલુકામા માથાભારે તત્વો સામે પોલીસે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ધરણા કાર્યક્રમ સ્થગિત


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા રહેતા એસટી,એસસી,ઓબીસી સમાજના લોકો પર માથાભારે તત્વો પર ગંભીર હુમલાને લઈને પાંચ દિવસથી કલેકટર કચેરી ખાતે ધરણા પણ બેઠા હતા. આ મામલે પંચમહાલ પોલીસ દ્વારા તેમની માંગોને ધ્યાનમા રાખીને માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા કલેકટર કચેરી ખાતે ધરણા સ્થગિત કરવામા આવ્યા હતા.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરામા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. શહેરા તાલુકામા એસટી,એસટી.ઓબીસી સમાજ પર કેટલાક માથાભારે તત્વો દ્વારા હુમલાઓની ઘટનાને લઈને આદિવાસી સમાજના એક્ટીવિસ્ટ પ્રવીણ પારગી સહિત 100થી વધુ આગેવાનો ગોધરા સેવાસદન ખાતે આવેલી કલેકટર કચેરી બહાર ધરણા પર બેઠા હતા. આ મામલે તેમને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જોકે તેમની અમુક માગો નહી સ્વીકારાતા તેમને ધરણા યથાવત રાખ્યા હતા. આ મામલે પંચમહાલના પોલીસ અધિકારીઓ દ્વારા અગ્રણીઓ સાથે વાતચીત તેમજ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી. આદિવાસી સમાજના એક્ટીવિસ્ટ પ્રવિણભાઈ પારગી દ્વારા જણાવામા આવ્ુ હતુ કે અમારી માગણી નહી સ્વીકારવામા આવે તો 21મી સપ્ટેમ્બરે ફરીથી મોટી સંખ્યામા ધરણા પર બેસવામા આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!