અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મોડાસા ખાતે જિલ્લા કક્ષા હાઈટ હન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા કક્ષાની સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નક્કી કરવામાં આવેલા, માપદંડોમાં થી પસાર થતા રમતવીરોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રાજ્યના સ્પૉર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે.. પસંદગી થયેલા રમતીવીરોને સરકાર વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં શાળામાં પ્રવેશ શૈક્ષણિક ફી, બુક અને સ્ટેશનરી હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ, પૌષ્ટિક આહાર, માસિક સ્ટાઇપેન્ડ સહિત વિવિધ સુવિધાઓ સરકાર દ્વારા આ રમતવીરોને આપવામાં આવતી હોય છે…
10 સપ્ટેમ્બરના રોજ મંગળવારના દિવસે યોજાયેલા હાઈટહંટ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના રમતવીરો આવી પહોંચ્યા હતા, જોકે રમતવીરોને વધુ તક મળી રહેત તે માટે બીજા દિવસે પણ હાઈટહંટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અરવલ્લી વિવિધ વિસ્તારોમાંથી બાકી રહી ગયેલા રમતવીરો માટે આવતીકાલે 11 સપ્ટેમ્બર ના રોજ હાઈટહંટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાનું રમત ગમત અધિકારી પ્રકાશ કલાસવા એ જણાવ્યું હતું.