અરવલ્લી આઈ.સી.ડી.એસ વિભાગ ધનસુરા ઘટકના વડાગામ-૧ કાર્યકરને માનદસેવા શિસ્ત અને નિયમો ના પાલનમાં નિષ્ફળ સાબિત થવા બદલ માનદ સેવાઓ સમાપ્તિનો હુકમ કરાયો છે.આંગણવાડી કેન્દ્રના સર્વે એરિયાના પ્રથમ સગર્ભા લાભાર્થી અને ધાત્રી માતાઓ પાસેથી,મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના પેકેટ વિતરણ કરતા રૂ.30 અને રૂ.૬૦ ની ઉઘરાણી કરેલ હોવાની લાભર્થીઓની રજુઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોર દ્વારા કરવામાં આવેલ તપાસમાં,પેકેટ વિતરણ કરીને તેના બદલામાં નિયમો વિરુદ્ધ નાણા મેળવેલ હોવાનું સ્પષ્ટ ફલિત થતા,માનદસેવા શિસ્ત અને નિયમો અનુસાર માનદસેવા માંથી સેવાઓ સમાપ્ત અને તાત્કાલિક અસરથી છુટા કરવાનોનહુકમ કરવામાં આવ્યો છે.અરવલ્લી જિલ્લા માં અનેક લાલીયાવાડીઓ સામે આવતી હોય છે.ત્યારે કડક વલણ અપનાવી કર્મચારીઓને એક મેસેજ આપવામાં આવ્યો છે કે ગેરરીતિ આચરશો તો દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.