બોલુવિડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું મોત નિપજ્યું છે, જાણાવા મળ્યું છે કે, તેના પિતા અનિલ અરોરાએ ધાબા પરથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું છે. ઘટનાને લઇને પરિજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
મલાઈકા અરોરાના પિતાએ બુધવારના રોજ સવારે 9 કલાકે આત્મહત્ય કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલિસ એક્ટ્રેસના ઘરે પહોંચી હતી, અને જાણકારી એકત્રિત કરી રહી છે. અનિલ અરોરાના મોત ને લઇને પરિવાર માટે આ એક મુશ્કેલીનો સમય છે.
પરિવાર સાથે છે અરબાઝ ખાન
મલાઈકાના એક્સ બોયફ્રેન્ડ અરબાઝ ખાન પણ મુશ્કેલ સમયમાં મલાઈકાના ઘરે પહોંચ્યા છે. અરબાઝ ખાનને મલાઈકાના ઘર બહા પોલિસ અને કેટલાક લોકો સાથે વાત કરતા નજરે પડ્યા હાત. એક્ટરની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.