ગોધરા,
પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે લોંખડી બંદોબસ્ત વચ્ચે દુદાળા દેવનુ વિસર્જન કરવામા આવશે, પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા શહેરમાં ફુટમાર્ચનુ આયોજન વિસર્જન રુટ પર કરવામા આવ્યુ હતુ. મળતી માહિતી અનુસાર ગણપતિ વિસર્જન યાત્રાને લઇને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કવચ પુરુ પાડવા માટે પોલીસ અધિક્ષક 03, ડીવાયએસપી 12, પીઆઈ 43, પીએસઆઇ 96, હેડ કોન્સ્ટેબલ અને કોસ્ટેબલપોલીસ 1211, મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ 241, હોમગાર્ડ 1096, એસઆરપીની પાંચ કંપનીઓ મળીને કુલ 3077 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરા શહેરમાં આવતીકાલે આનબાન અને શાન સાથે પાંચ પાંચ દિવસ આતિથ્ય માનનાર શ્રીજીનું આવતીકાલે વિસર્જનને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા વિસર્જનના રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.જિલ્લા રેન્જ આઇજી આર વી અસારી તથા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી,જીલ્લા કલેકટર આશિષ કુમાર હાજર રહ્યા હતા.
ગણેશ વિસર્જનને લઈને પંચમહાલ પોલીસ સજજ, 3000 જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે બંદોબસ્ત બજાવશે
Advertisement
Advertisement